માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.
એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.
દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.
યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.
“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું.
નાઝીર દખૈયા,ભાવનગર
*****************
મહોબતના ગગનમાં ચાલને સાથે ઉડી લઈએ,
ફરી પાંખો નહીં આવે પવન આવો નહીં આવે.
અરીસો જોઈ લો જાતે તમારા પ્રેમમાં પડશો,
પછી મારા પ્રણય પર આપને ગુસ્સો નહીં આવે.
ફરી ક્યાં દર્દ, બેચેની, ઝખમ, ઉજાગરા મળશે ,
લુંટી લો અબઘડી પાછો તો આ લ્હાવો નહીં આવે.
પ્રણયમાં દુખમાં મળ્યુ તો દુખને પણ સાથે લડી લઈએ,
પછી ક્યાંક એકલા રડવાનો તો વારો નહીં આવે.
ડો.રઇશ મણીયાર
આપના વિચારમનની ઘટાઓમાં સુંદર કૃતિઓનુ રસપાન થતુ રહે…
આભાર.
માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.
દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.
VERY TRUE FEELINGS FOR FEW!!!