મારું વિચાર વન

“ચાલ અધુરા સ્વપ્નને સાકાર કરીએ..આપણે એકબીજાના છીએ પુરવાર કરીએ.”

તમે કહો તે સાચું વ્હાલમ..! September 19, 2006

મિત્રો દિવાળીના આ શુભ પવઁ છે અને એક નવીન બ્લોગની શરુઆત કરી રહ્યો છું અહીં હું મારા..સ્વરચીત કાવ્યો , ગઝલો ન આપની સમક્ષ મુકીશ…મારા વિચારોને આપ સવઁ સુધી પહોંચાડવાનો એક અનેરો અવસર મળ્યો છે..એ ચુકીશ નહીં..સાથે સાથે માણીશું ! ગુજરાતના નામી અનામી કવિઓની સલોણી રચનાઓ જે આપણા હદયને જરુર હલબલાવી મુકશે…..મારો પરીચય તો મારા બ્લોગ ” કસુંબલ  રંગનો વૈભવ ” પર છે જ તેમ છતાં અહીં બીજી વાર આપની રુબરુ થવાનું અહોભાગ્ય મને સાંપડ્યું છે….તો હું બાબુ ઉફઁ બીમલ દેસાઈ..રબારી ગામ રુપાલ ..જિલ્લો ; ગાંધીનગર ઉત્તર ગુજરાત…જન્મ સ્થળ સિતવાડા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા…મારું મોસાળ બાળપણ જ્યાં વીત્યું સાબર ના કાંઠે….હા મેં જોઈ છે ..સાબરને બે કાંઠે વહેતી …સાબરના હિલોળાતા જળમાં છબછબીયાં કીધા છે મેં…એના ઊંડા કોતરોની કેડીએ…અડવાણા પગે દોડયો છું …હું એ ભેખડો ..વાંઘા…નાની નાની ટેકરી ચરતી ગાયો બકરીઓ ..ને ક્યાંક દુર ઈંધણા વીણાતા નર નારી ને આ આંખોમા અકબંધ રાખી શકયો છૂં હું..હા મે…મોરપીંછને કોતરે કોતરે ભમી વીણ્યા છે…ખેતરે ખેતરે હર એક.. ચાસની મધ્યે…અને એક મોરપીંછને એકના દસ પૈસાના ભાવે વેચી પછી જ્યંતી શેઠને ગલ્લે જૈ ખાટીમીઠી ગોળી ખાવાનો આનંદ લીધો છે મેં…આજ તો સાબરમાં પાણી નથી….ક્યારેક મોસાળમાં જાંઉ તો એ જોઈ …સુકી ભઠ્ઠ સાબર…મારી આંખમાં પાણી જરુર છલકાઈ જાય છે.માદયમીક શિક્ષણ તો મારા ગામ રુપાલમાં પુરુ ક્યુઁ ફરી ઉચ્ચતર માદયમીક શિક્ષણ માટે મોસાળ થી થોડે દુર નેશનલ હાઈવે નં ૮ પર આવેલ એમ.કે.ઓરાણ હાઈસ્કુલમાં….કોલેજ કરી .ગાંધીનગર અનુસ્નાતકનું એક વર્ષ અમદાવાદ ખાતે ગુજરાત યુનિ.માં ક્યુઁ ..અને પરીક્ષાનું છેલ્લું પેપર હતુ એ પછીના અઠવાડીયે ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો…વધારે ભણવાની આશા તો હતી જ પણ મારા પરીવાર માટે હું ..આથિઁક રીતે મદદરુપ થઈ શકું એ પણ એટલું જ જરુરી હતું …૧૯૯૯ થી હું ફરજ બજાવું છું એ પછી ભુંકંપ માં મહેકી ઉઠેલી માનવતા હોય કે ગોધરા પછીના તોફાનોમાં હેવાન બનેલ માણસ મેં આ બધું ખુબ નજીકથી જોયું આ બધુ જાણે અજાણે મારી સંવેદનાઓને જગાડી ગયું …મારામાં સુતા કવિને જ્ગાડી ગયું હું આભારી છું ..મારી પ્રેરણા આપનાર નામી અનામી મિત્રો મનોજ ગુપ્તા ,જગદીશ પટેલ ,હષઁદ પટેલ,જીતું  ચૉધરી,ક્નક,સંજુ ઠ્ક્કર,મનોજ શુકલા,અશોક પરમાર ,મહેશભાઈ,હિતેન્દ્રસિંહ વાઘેલા ,રઘુવીસિંહ પરમાર ,રાજેભા ઝાલા , તથા આદરણીય શિક્ષક દિનેશચંદ્ર ત્રિવેદી તથા કુબેરભાઈ પટેલ , રાધેશ્યામ શમાઁ જે ગુજરાતી સાહિત્યના સારા લેખકોમાંના એક છે…ઉપરાંત મારા નેટ મિત્રો ચામીઁ ગાંધી તથા કુલદીપ સાગરનો ….આભાર..આપ સવઁ મને મારા આ કામમાં સહકાર આપશો..એજ આશા સહ જ્ય ગરવી ગુજરાત્..

 

5 Responses to “તમે કહો તે સાચું વ્હાલમ..!”

  1. vijayshah Says:

    lakho vancho ane vicharo ghanu pan
    lakhajo etalu je lakhave ma sarasvati

    vedanana geeto ke anubhavna kamp
    uttaro re dejo je manma uthe prashnona

    din ane dalit e vato dabanoni
    sambhLyu ke krishna kyaNy dabaayo?

    vanI saraL ane vichaar spashta
    tyan na take koi dabaano

    saravati tamane lakhave chhe mitra!
    te to aashirvad chheem samjo mitra!

  2. nilam doshi Says:

    ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે આવકાર.
    મળતા રહીશું સૌ સંગાથે.

    http://paramujas.wordpress.com

  3. સુરેશ જાની Says:

    બાબુભાઇ હાર્દિક શુભેચ્છાઓ.
    હવે ‘નારાજ’ ન થશો પણ મન માણીને મ્હાલજો !

  4. ગાગરમાં સાગર લખું
    ગામ તણું પાદર લખું

    બોલ તું કેમ છે એટલું?
    યાદ કરું ને સાદર લખું

    KEEP WRITING AND BE HAPPY!
    THAT WILL MAKE YOU “RAJ” FROM “NARAJ.”


Leave a Reply