મારું વિચાર વન

“ચાલ અધુરા સ્વપ્નને સાકાર કરીએ..આપણે એકબીજાના છીએ પુરવાર કરીએ.”

ગોધુલી છે મારી આંખમાં..! October 19, 2006

naraj @ 10:49 am

હું પવનની લહેર..!
તુ સુમનની મહેંક..!
જો કેવા ફેલાયા ઠેરઠેર ..!
આપણે બેઉં જુદા જુદા
તોયે એકના એક …….!

તું પીંગળાની પ્રીત.!
હું ભરથરીનો ભેખ..!
જો કેવા લખાયા લેખ…!
આપણે બેઉં જુદા જુદા
તોયે એકના એક……!

****************

ચાલ અધુરા સ્વપ્ન સાકાર કરીએ,
આપણે એકબીજાના છીએ પુરવાર કરીએ.

પ્રગટાવો આપ હ્રદયમા શ્રધ્ધાના દીપને,
અમે વફાની સીમાને પાર કરીએ.

જવાનું છે આમ તો સાવ એકલા સફરમાં ,
આપણી સાથ સાથ અવરનોય વિચાર કરીએ.

હાલ તો પુરતું છે ” હું એને ચાહું છું”,
મળે એ તો વાત કંઈ વિગતવાર કરીએ.

છે અર્થનો અવકાશ ના મિલનની આશ છે,
લખીએ ગઝલને જિંદગાની પસાર કરીએ.

પુછો ના કશું “નારાજ”ને નીલુંની બાબતમાં
અમારી ફરજ છે અમે જીવન નિસાર કરીએ.

****************

મારી જિંદગીની કાલ જો આજ થઈ જાયે,
હ્રદયના દર્દનો અકસીર ઈલાજ થઈ જાયે.
આ જિંદગીની મહેફીલ ફરી મહેંકી ઉઠે ,
મારી ગઝલોને જો “નીલું”નો અવાજ મળી જાયે.

 **************

કહી દો કોયલને આ વસંતે !
ટહુકે ના એ આમ્રકુંજે !
નીલું ગાશે મારી ગઝલો
એના ભીના મધુર કંઠે!
મઘમઘ ખીલેલા રંગ ફુલ કેસુડે !
જાણે કરી અજાણે ભુલ નીલુંએ  !

ખોટ નહીં સાલે હવે ચાંદાની
આ આષાઢી મેઘલી રાતે…
નીલું મારી વાટ નીરખે છે!..
ઉભી ઝરુખે ભીની આંખે !….

*********************
હું શાયર ……!
તું સાયર…….!
તું ખારો …….!
હું પણ નથી સારો..!
તારા કિસ્મતમાં તોયે કિનારો…!
મુજ વેદનાનો નથી આરો …..!
તું સરિતાનો સહારો ……….!
હુ છું ખરતો તારો…………!
ભેદ આટલો
મારો – તારો !…..

 

7 Responses to “ગોધુલી છે મારી આંખમાં..!”

  1. Urmi Saagar Says:

    તું પીંગળાની પ્રીત.!
    હું ભરથરીનો ભેખ..!
    જો કેવા લખાયા લેખ…!
    આપણે બેઉં જુદા જુદા
    તોયે એકના એક……!

    khubaj sundar bimalbhai!!

  2. vijayshah Says:

    saru chintan
    saru vanchan
    lakhe sundar ven
    sthiti ekni ek toy
    juda ena sarve bol

    Bimalbhai
    Abhinandan

  3. nilam doshi Says:

    હું શાયર,
    તું સાયર.

    સરસ …અભિનન્દન

    http:paramujas.wordoress.com

  4. Urmi Saagar Says:

    ચાલ અધુરા સ્વપ્ન સાકાર કરીએ,
    આપણે એકબીજાના છીએ પુરવાર કરીએ.

    સરસ વાત… પણ પુરવાર કરવું પડે, તો એકબીજાના શાના??!!

  5. હા , ઉર્મિબેન..પુરવાર કરવું પડે તો એકબીજાના શાના !!? સાચી વાત છે……
    આ સુંદર કોમેન્ટ બદલ પ્રથમ તો આભાર..
    પણ એકબીજા છીએ ..એ ઉભયપક્ષે તો પુરવાર કરવાની કોઈ જરુરીયાત નથી…..
    અહીં ઉલ્લેખ છે કે ચાલ અધુરા સ્વપ્ન સાકાર કરીએ…”ચાલ ” કદાચ ઘણું બધું ગભિઁત છે..
    નથી લાગતું .! સ્વપ્ન અધુરા છે……કોઈ પળે કદાચ ….સાથે આકાર પામ્યા હ્શે..સાકાર નહીં થયા હોય…..અહીં માત્ર સ્વપ્ન જોયા નથીં…અધુરા રહ્યા છે….કોઈપણ કારણૉસર દુનીયાદારી વચ્ચે આવી હોય કે ..સમયની આંધીઓ….કોઈ એક હારી થાકી બેસી ગયું છે…કદાચ….એટલે ચાલ….કહેવું પડે છે…સજઁકને? તો આ અધુરા સ્વપ્ન સાકાર કરવાની વાત થઈ …અને આમ , જગત સમક્ષ તો સૌ કોઈએ પુરવાર કરવું પડૅ છે…એકબીજાનું હોવું ઉભયપક્ષે તો પુરવાર કરવાની જરુર નથી…આમ હારી થાકી….ને કોઈ બેસી રહેશે તો…..શું સ્વપ્ન સાકાર થશે…? સાથે આકાર પામેલું કોઈ સ્વપ્ન..સાકાર ના થાય તો ? ઘણા બધા સવાલો દુનીયા કરશે…? અને આનો ઉત્તર આપવો હોય તો સૌથી સરળ એ જ છે કે આપણે સ્વપ્નને સાકાર કરીએ….!!! એજ રીતે એકબીજાનું હોવું પુરવાર કરવાની વાત છે..! ઓહ બહું ક્ઠીન છે ઉમિઁબેન પોતાના જ સર્જન વિશે સમજાવવું .આભાર સરસ ટીકા બદલ ..આપ સવઁ ટીકાઓ કરતા રહેશો…આભાર અસ્તુ…..

  6. Ashok Kataria Says:

    khubaj saras bimal bhai !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  7. JITESH Says:

    HI I AM JITESH PATEL


Leave a Reply